ફેફસાના કેન્સરના શરૂઆતી સંકેતોને અવગણશો નહિ


By Kajal Chauhan01, Aug 2025 05:06 PMgujaratijagran.com

ફેફસાંનું કેન્સર દુનિયાભરમાં કેન્સરથી થતા મૃત્યુનું એક મહત્વપૂર્ણ કારણ છે. આજકાલની ભાગદોડ ભરી જિંદગી અને ખોટી જીવનશૈલીના કારણે આ સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં જાણો ફેફસાના કેન્સરના લક્ષણો

શ્વાસ લેવામાં તકલીફ

સીડી ચડતી વખતે કે થોડી મહેનત કર્યા પછી જો શ્વાસ ફૂલવા લાગે, તો તે ચિંતાનો વિષય છે. આ ફેફસા કેન્સરનું એક સંકેત છે.

સતત ઉધરસ

જો ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ઉધરસ મટી રહી નથી, તો તેને અવગણશો નહીં અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

ઉધરસમાં લોહી આવવું

ક્યારેક ઉધરસમાં લોહી દેખાવું પણ ફેફસા કેન્સરનું એક ચેતવણીજનક સંકેત હોઈ શકે છે. તેથી આવા લક્ષણો દેખાય તો તરત જ તપાસ કરાવો.

છાતીમાં દુખાવો

ફેફસા કેન્સરનું એક અન્ય મહત્વપૂર્ણ લક્ષણ એ છે કે જ્યારે ખાંસતી વખતે કે ઊંડો શ્વાસ લેતી વખતે છાતીમાં દુખાવો થાય, તો ડોક્ટરનો સંપર્ક કરો.

સતત થાક અને નબળાઈ

જો હંમેશા સુસ્તી રહેતી હોય અને કામ કર્યા વગર પણ થાક લાગતો હોય, તો આ શરીરમાં આંતરિક બદલાવનો સંકેત આપી શકે છે.

વજન ઘટવું

ડાયટિંગ વગર અચાનક વજન ઘટવો અથવા પીઠ અને ખભામાં સતત દુખાવો થવો પણ ફેફસા કેન્સરના સંકેત હોઈ શકે છે.

શું જમ્યા પછી તરત જ પાણી પીવાથી પેટની સમસ્યાઓ વધે છે?