Yes Bankના શેરોમાં પૂરો થવા જઈ રહ્યો છે લોક-ઈન પીરિયડ


By Nilesh Zinzuwadiya12, Mar 2023 06:38 PMgujaratijagran.com

RBIએ લગાવેલો લૉક-ઈન

Yes Bankના શેરોને ત્રણ વર્ષ સુધી વેચવા પર RBIએ નિયંત્રણ મુક્યું હતું, જે હવે સોમવારે એટલે કે 13 માર્ચના રોજ પૂરું થઈ રહ્યું છે.

બેંકોની હિસ્સેદારી

SBIના વડપણ હેઠળ આઠ બેંકના કન્સોર્ટીયમ યસ બેંકમાં 48 ટકા હિસ્સા માટે રૂપિયા 6,050 કરોડનું રોકાણ ધરાવે છે.

RBIએ શું નિયંત્રણ મુક્યા હતા

14 માર્ચ,2020થી 3 વર્ષ પૂરા થાય નહીં ત્યા સુધી SBI તેનું હોલ્ડિંગ 48 ટકાથી ઘટાડી 26 ટકા નીચે લઈ જઈ શકે નહીં. SBIએ ડિસેમ્બર,2022 પ્રમાણે આ હિસ્સેદારી ઘટાડી 26 ટકા કરેલી.

યસ બેન્કની કામગીરી કેવી રહી છે

ICICI ડાયરેક્ટના મતે યસ બેંકને છેલ્લા છ મહિનાના ગાળા દરમિયાન એસેટ ક્વૉલિટી તેમ જ બિઝનેસ ગ્રોથને લઈ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે.

લોક-ઈન પીરિયડ પૂરો થતા શું થશે

13 માર્ચ,2023ના રોજ લોક-ઈન પીરિયડ પૂરો થતા શેરની કિંમતમાં ભારે અફરા-તફરી સર્જાઈ શકે છે. આ સંજોગોમાં નજીકની અવધિ દરમિયાન યસ બેંકમાં જોખમી સ્થિતિ રહી શકે છે.

યસ બેંકના શેરનો ભાવ

ભારતીય શેરબજારમાં યસ બેંકના શેરનો ભાવ રૂપિયા 16.55 છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શેરની કિંમતને જોઈએ તો ભાવ ઊંચામાં રૂપિયા 24.75 અને નીચામાં રૂપિયા 12.10 નોંધાયેલો છે.

અમેરિકાની 16મી સૌથી મોટી સિલિકોન વેલી બેંક બંધ થવાથી શું અસર થશે?