વજન ઉતારવા માટે લોકો ઘણા પ્રકારના નુસખા કરતાં હોય છે. અહીં અમે તમને કેટલાક લો કેલેરીવાળા સ્નેક્સ બતાવીશું જે શિયાળામાં ચોક્કસ લેવા જોઇએ.
ઉપમાં સ્વાદિષ્ટની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. ઉપમાને તમે અલગ- અલગ શાકભાજી સાથે પણ બનાવી શકો છો. આ લો કેલેરી બ્રેકફાસ્ટ છે.
મખાનાને તેલે કે ઘી વગર રોસ્ટ કરીને પણ ખાઇ શકાય છે અથવા તો, ખૂબ જ ઓછી માત્રામાં તેલ અથવા ઘીમાં ફ્રાય કરીને સ્નેક્સમાં લઇ શકો છો.
સ્પ્રાઉટ્સ પોષકતત્ત્વોની સાથે વિટામિનથી ભરપૂર હોય છે. તમે સ્નેક્સમાં પણ સ્પ્રાઉટનું સેવન કરી શકો છો.
પાલકના ઠોકળા સ્વાદમાં તો છે જ એક નંબર, પણ તેની સાથે સાથે શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે. આને બનાવવા માટે ચણાનો લોટ, દહીં અને સોજીનો ઉપયોગ થાય છે.
મેથીના પૂડલા વજન ઉતારવામાં માટે બેસ્ટ બ્રેકફાસ્ટ છે. નિયમિત તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.