વજન ઘટાડવા માટે આ 7 પ્રોટીનથી ભરપૂર ફળોનું સેવન કરો


By Smith Taral16, Jul 2024 10:15 AMgujaratijagran.com

જો તમે વજન ઘટાડવા માટે ડાયેટ કરી રહ્યા હોવ તો આ પ્રોટીનયુક્ત ફળોને તેમાં એડ કરી શકો છો. આ ફળો પોષણ અને પ્રોટીનથી ભરપૂર છે જે તમારુ વજન વધારવાને બદલે ઘટાડવામાં મદદ કરશે. આવો જાણીએ વધુમાં

જામફળ

જામફળ પ્રોટીનથી ભરપૂર એક હેલ્ધી ફળ છે, જેના સેવનથી સ્નાયુઓ પણ મજબૂત બને છે

એપ્રીકોટ

આ ફળ ફાઈબર અને પ્રોટીન બંનેનો સારો સ્રોત છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે

પીચ

પીચમાં હેલ્ધી ફેટ્સ રહેલું હોય છેે આનું સેવન તમને વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે ઉર્જાથી પણ ભરપૂર રાખે છે

કીવી

કીવી પણ પ્રોટીનનો સારો સ્રોત છે, જે તમારા વજન ઘટાડવાની પ્રક્રીયામાં સહાયરુપ બની શકે છે

બ્લેકબેરી

આમાં રહેલું પ્રોટીન અને ફાઈબર તમારું મેટાબોલીઝમ સારુ કરવામાં મદદ કરે છે, અને ભૂખને પણ સંતોષે છે

સંતરા

સંતરાનું સેવન તમારા સ્નાયુ માટે ઘણું ફાયદાકારક છે, આના સેવનથી તમે વજન સરળતાથી ઘટાડી શકો છો

એવોકાડો

એવોકાડોમાં હેલ્ધી ફેટ્સ રહેલું હોય છે અને તે પ્રોટીનનો પણ સારો સ્રોત છે. આને તમારા ડાયેટમાં જરૂરથી એડ કરો

આ 7 ખોરાક કે જેને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે