આયુર્વેદમાં ધણા ખોરાકને તેમા રહેલા પોષકતત્વોને અને સ્વાસ્થ્યવર્ધક ગુણોને લીધે ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. આ ખોરાકને આયુર્વેદ અમૃત ગણાવે છે, આવો જાણીએ તે ખોરાક તેની ખાસિયતો વિશે
હળદરમાં એન્ટી ઈન્ફલામેટરી અને એન્ટીઑકિસડન્ટ જેવા શક્તિશાળી ગુણધર્મો છે, જે શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે સાથે ઘણા રોગો સામે પણ રક્ષણ આપે છે
ઘીમાં હેલ્ધી ફેટ્સ રહેલું હોય છે જે તમારી પાચનક્રીયા સારી કરી પેટના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. આ સિવાય તે સાંધાના દુખાવા પણ રાહત આપે છે
અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ ખોરાક છે, આ ઉપરાંત તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે
આમળામાં રહેલું એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આનું સેવન કરવાથી ત્વચા અને પેટનું સ્વાસ્થ્ય સારુ રહે છે
મધને વાનગી અથવા ડ્રીન્કમાં મીઠાશ ઉમેરવા ઉપયોગમાં લેવામાં આવે છે, એટલુંજ નહીં તે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ફાયદાકારક છે. મધના સેવનથી એનર્જી બૂસ્ટ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે
જાંબુનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે તેમા રહેલું એન્ટીઑકિસડન્ટોથી સુંગર લેવલને કંટ્રોલમાં રાખે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે.
તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ ઔષધી છે,એમાં રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો અને એન્ટીઓક્સીડન્ટ એકંદર સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે