આ લો-કેેલેરી બ્રેકફાસ્ટ વજન ઘટાડવા માટે છે બેસ્ટ


By Smith Taral08, Feb 2024 12:47 PMgujaratijagran.com

વજન ઘટાડવા માટે એક હેલ્ધી બ્રેકફાસ્ટ લેવો ખૂબ જરૂરી છે. માત્ર કસરત કરવાથી વજન ઘટાડી શકાય નહી તે માટે લો-કેલરી ડાયેટ પણ જરૂરી બની જાય છે. આજે આપણે એવા બ્રેકફાસ્ટ વિશે જાણીશું જે સવારમા કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

પૌઆ

પૌઆ એક લો-કેલરી ડીશ છે જેને સવારમા નાશ્તામાં લઈ શકાય છે, આને બનાવવામા વધારે સમય નથી લાગતો, તમે આમા ટામેટા, વટાણા ગાજર અને ડુગળી નાખીને તેેને સ્વાદીષ્ટ બનાવી શકો છો.

ઈડલી

ઈડલી એક સરળતાથી પચી જાય તેવી હળવી ડીશ છે. સોજી અને દહીંને મીકસ કરીને તમે આનું બેટર બનાવી શકો છો, પછી તેમા બેંકીગ સોડા નાખીને તેને ઈડલી સ્ટેન્ડ પર મુકીને સ્ટીમ કરી લો, તમારી ઈડલી તૈયાર છે, આને તમે ટેસ્ટી સાંભર સાથે સર્વ કરો.

ઢોકળા

ઢોકળા પણ સ્ટીમ્ડ ફુડ છે જેમાં ઓછી માત્રામાં કેલરી રહેલી હોય છે, આ સાથે તે સરળતાથી પચી જાય તેવા ખોરાક છે. તમે આને બેસન, ચોખા, સોજી આ ત્રણ વસ્તુઓથી બનાવી શકો છો.

You may also like

જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોવ તો મેથીના દાણા રહેશે તમારી માટે ફાયદાકારક

ગાર્લીક બ્રેડ પસંદ છે, પણ વજન વધવાની ચિંતા છે? તો ઘરે બનાવતા શીખો લો-ફેટ ગાર્લીક

દળીયા

લીલા શાકભાજી જેવા કે ટામેટા, વટાણા, ગાજર, ડુંગળી અને કોબીજ વગેરે નાખીને મસાલેદાર દળીયા બનાવી શકો છો, આ પચવામાં પણ ઘણું સારુ રહે છે.

ઓટ્સ

તમે ઓટ્સને દુધ સાથે ખાઈ શકો છો, પણ તેમા ખાંડ ન નાખવી. ખાંડ ખાવાથી વજન વધે છે. જો તમારે ઓટ્સમા ગળપણ જાઈતું હોય તો તમે મધ કે ફ્રુટ્સ નાખી શકો છો.

સ્પ્રાઉટ્સ સલાડ

સ્પ્રાઉટ્સ સલાડથી વધુ સારો અને હેલ્ધી નાશ્તો બીજો કોઈ નથી. સ્પ્રાઉટ્સમાં તમે ડુંગળી, ટામેટા,લીંબુનો રસ અને મીઠું નાખીને ટેસ્ટી બનાવી શકો છો.

કેવી રીતે જાણશો કે તમે હેલ્ધી ડાયેટ લઈ રહ્યા છો કે નહીં