આ ઉપાયથી વજન ઘટાડો, જીમ જવાની જરૂર નથી


By Hariom Sharma16, Aug 2023 10:00 AMgujaratijagran.com

ઘણાં લોકો ઉપર કામનું એટલું પ્રેશર હોય છે કે કસરત કરવાનો સમય પણ નથી મળતો. આ કારણથી જીમ અને કસરત કર્યા વગર વજન ઓછું કરવા માટે કરો આ ઉપાય.

સીડીનો ઉપયોગ

તમારા રોજિંદા જીવનમાં નાના-મોટા ફેરફાર કરીને પોતાને ફીટ રાખી શકો છો. એટલે જ ઓફિસ અથવા તો કઇ પણ જગ્યાએ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો જોઇએ, આમ કરવાથી સરળતાથી વજનમાં ઘટાડો થશે.

હાઇડ્રેટેડ રહો

બોડીને ડિટોક્સ કરવા માટે પાણીની પર્યાપ્ત માત્રા જરૂરી છે. આ કારણેથી શરીરમાં પાણીની ઉણપ ના થવા દો, પાણીમાં કાકડી અથવા તો કોઇ પણ ફળના ટૂકડા મિક્સ કરીને પાણીને ટેસ્ટી બનાવીને શકો છો.

ઝંક ફૂડથી દૂર રહો

જો તમારી પાસે કસરત કરવાનો સમય નથી તો તમે ડાયેટમાં ખાસ ધ્યાન આપો. ઝંક ફૂડનું સેવન એ પણ સ્થૂળતા વધારવાનું એક મોટું કારણ છે.

બ્રિસ્ક વોક કરો

જીમ જવાનો સમય નથી તો બ્રિસ્ક વોક કરો. નોર્મલ વોક કરવા કરતાં બ્રિસ્ક વોક વધુ અસરકારક હોય છે. સાથે જ શુગર અને મસાલાથી ભરપૂર ફૂડનું સેવન ઓછામાં ઓછું કરો.

ડાન્સ કરો

શું તમને ખબર છે ડાન્સ કરવાથી પણ વજન ઘટાડી શકાય છે. જ્યારે પણ સમય મળે તો ડાન્સ કરો. આનાથી કેલેરી ઘટાડવામાં મદદ મળે છે. શરીર માટે ડાન્સ કરવો ખૂબ જ સારો હોય છે.

સવારે ખાલી પેટ ગરમ પાણીમાં એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવાના ફાયદા