ભારતમાં ઘણા ખેલાડીઓ છે જે પાતોનું કૌશલ્ય કુસ્તીમાં અજમાવી રહ્યા છે, આજે આપણે પેરિસમાં યોજાઈ રહેલા ઓલિમ્પિકમાં ભારત તરફથી કોણ કોણ કુસ્તીમાં ભાગ લઈ રહ્યું છે તેના વિશે જણાવીશું.
વિનેશ ફોગાટે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં તેના ત્રણેય મેચ જીતીને મેગા ઇવેન્ટ માટે ક્વોટા મેળવ્યો હતો.
સ્ટાર રેસલરે બેલગ્રેડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો હતો. તે હાલમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે.
રિતિકા હુડ્ડાએ આ વર્ષે રમાયેલી તમામ 8 બાઉટ્સ જીતી છે. તેણે એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર દ્વારા ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો.
ઈજામાંથી કમબેક કરીને અંશુ મલિકે એશિયન ક્વોલિફાયર દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોટા મેળવ્યો.
વિશ્વ ક્વોલિફાયર્સમાં તમામ મુકાબલો જીત્યા પછી, અમન શેહરાવતે પેરિસ ઓલિમ્પિક માટે સ્થાન મેળવ્યું.
નિશા દહિયાએ વર્લ્ડ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં પેરિસ ઓલિમ્પિક્સનો ક્વોટા મેળવ્યો હતો.
પેરિસ ઓલિમ્પિક 2024ની તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.