Movie Release: દિવાળી પર રિલીઝ થશે આ બિગ બજેટ મુવી


By Sanket Parekh14, Mar 2023 03:56 PMgujaratijagran.com

2024ની દિવાળી

લાંબા વિરામ બાદ હવે બૉલિવૂડ કલાકારો વર્ષ 2024ની દિવાળી માટે કેટલીક મોટી ફિલ્મો રિલીઝ માટે લઈને આવી રહ્યાં છે

4 મોટી ફિલ્મો રિલીઝ થશે

આગામી વર્ષે દિવાળી પર બૉક્સ ઑફિસ પર એક-બે નહીં પરંતુ બૉલિવૂડના 4 મોટા સ્ટાર્સ એકબીજા સામે ટકરાવાના છે

ફેન્સની આતુરતાનો અંત

જે ચાર ફિલ્મોની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે, તે કંઈ છે અને તેમાં ક્યા કલાકારો છે, તેના પર એક નજર નાંખીએ

સિંઘમ અગેન

સિંઘમ બાદ સિંઘમ અગેન જલ્દી દર્શકોનું મનોરંજન કરવા માટે આવી રહી છે. આ ફિલ્મ દિવાળી-2024ના રિલીઝ થશે. જેમાં અજય દેવગનની સાથે દીપિકા પાદૂકોણ જોવા મળશે

ભૂલભૂલૈયા-3

કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા-2એ ગત વર્ષે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી. થોડા દિવસ પહેલા જ કાર્તિકે આ ફિલ્મના ત્રીજા ભાગનું એલાન કર્યું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ આગામી વર્ષે દિવાળી પર બૂક કરવામાં આવી છે.

પ્રેમ કી શાદી

સૂરજ બડજાત્યાએ સલમાન ખાન સાથે પોતાની અપકમિંગ ફિલ્મ 'પ્રેમ કી શાદી'નું એલાન કર્યું છે. સૂરજે સલમાન ખાન સાથે અનેક હિટ ફિલ્મો આપી છે.

હેરાફેરી-3

આગામી વર્ષે દિવાળી પર આ 3 ફિલ્મો ઉપરાંત એક કૉમેડી ફિલ્મ 'હેરાફેરી-4' પણ રિલીઝ થશે. જેમાં એક વખત ફરીથી અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની જોડી જોવા મળશે.

Esha Gupta: રિવીલિંગ ડ્રેસ પહેરીને ઈશા ગુપ્તાએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર