આજની ભાગદોળ ભરી દુનિયામાં વજન વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે,પરંતુ વજન ઓછું કરવું પણ પોતાના માટે એક મોટો પડકાર બની જાય છે, તેમ વજન ઘટાડવા માટે તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરી શકો છો.
વધતા વજનથી છુટકારો મેળવવા માટે પ્રોટીનની યોગ્ય માત્રા લેવી ખૂબ જ જરૂરી છે.તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરીને વજન સરળતાથી ઘટાડી શકાય છે.
માંસાહારી લોકો ચિકન,ઈંડા,માંસ વગેરેમાંથી પ્રોટીન લઈ શકે છે, તેમ શાકાહારી લોકો કેટલાક પ્રોટીનથી ભરપૂર શાકભાજી આહારમાં લઈ શકે છે જે તમને વજન ઘટાડવાની સાથે સ્વસ્થ પણ રાખશે.
જો તમે વજન વધતુ કંટ્રોલ કરવું હોય તો રાજમાનું સેવન કરો,કારણ કે તે વજન વધાર્યા વગર શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન આપે છે.
કઠોળ જેમ કે તૂવેર, અડદ, મગ, દાળ, ચણા, વગેરે નિયમિતપણે ખાવા જોઈએ. કઠોળ ખાવાથી શરીરને જરૂરી તમામ પ્રોટીન મળે છે.
આયર્નની સાથે પાલકમાં ભરપૂર પ્રોટીન પણ હોય છે. તમે તેને કોઈપણ સ્વરૂપમાં લઈ શકો છો જેમ કે શાકભાજી, સલાડ અથવા જ્યુસ વગેરે. આને પ્રોટીનયુક્ત વજન ઘટાડવાના આહારમાં સામેલ કરી શકાય છે.
દૂધ અને દહીં ઉપરાંત છાશ અને લસ્સી પણ પ્રોટીન મેળવવા માટે ઉત્તમ ડ્રિંક્સ છે. ઉનાળામાં છાશ અને લસ્સી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
દરરોજ બદામ, અખરોટ અને મખાના ખાવાથી પ્રોટીન મળે છે. ધ્યાન રાખો કે ઉનાળામાં બદામ અને અખરોટને પાણીમાં પલાળીને ખાઓ જેથી તેને ખાવાથી પેટમાં વધુ પડતી ગરમી ન થાય. આ ખાવાથી તમને એનર્જી મળશે અને જલ્દી ભૂખ લાગશે નહીં.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.