ઉનાળામાં સૌથી વધું આપણને કેરી ખાવાનો ઉત્સાહ હોય છે, મીઠી મધ જેવી કેરી હોય કે પછી તેનો રસ હોય કે મિલ્કશેક, આપણને આ ખાવામાં અનેરો આનંદ આવે છે. પરતું કેટલાક લોકો માટે કેરી અથવા કેરીના ઉપયોગથી બનેલી વસ્તુઓ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. આવો જાણીએ શા માટે આ લોકો એ કેરી ખાવાનું ટાળવું જોઈએ
કેરીમાં કેલરીનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે જેના લીધે પેટની ચરબી પણ વધે છે. જો તમારું વજન પહેલેથી જ વધારે છે તો તમારે કેરી ખાવાનું ટાળવું જોઈએ.
કેરીમાં ફાઈબરનું પણ ખૂબ વધારે હોય છે, જો તમને ડાયેરીયા જેવી તકલીફ રહેતી હોય તો તમારે કેરી ખાવાથી બચવું જોઈએ
100 ગ્રામ કેરીમાં લગભગ 14 ટકા શુગર હોય છે, માટે ડાયાબિટીસ ધરાવતા લોકોને કેરીનું વધું સેવન ન કરવું જોઈએ તે તમારા શરીરમાં સુગરનું લેવલ વધારી શકે છે.
મોટી માત્રામાં કેરી ખાવાથી ફોડલીઓ અને ખીલની સમસ્યા પણ વધી શકે છે. કેરીનો સ્વભાવ ખૂબ જ ગરમ હોય છે. જો તમે વધુ પડતી કેરી ખાવ છો તો તમને ત્વચા પર પિમ્પલ્સ અને બોડીમાં પર ફોલ્લીઓ થઈ શકે છે.
વધુ માત્રામાં કેરીનુ સેવન કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે. ક્યારેક વધુ પડતી કેરી ખાવાથી પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને નુકસાન થાય છે. તેનાથી પાચન શક્તિ નબળી પડી શકે છે.
કેરીમાં જોવા મળતા પ્રોટીન લેટેક્સ જેવા જ હોય છે, અને ઘણા લોકોને લેટેક્ષથી એલર્જી હોય છે, આવામાં તમે જો કેરી ખાવ છો તો તમને શરીરના જુદા જુદા ભાગોમાં પાણીયુક્ત ફોલ્લીઓ થઈ શકે છે.