માઈગ્રેનના મરીઝ હોવ તો આ વસ્તુઓ આજથી ખાવાનું છોડી દો, વધી શકે છે સમસ્યા


By Sanket M Parekh31, Oct 2023 04:21 PMgujaratijagran.com

ચૉકલેટ

ચૉકલેટ ખાવાથી માઈગ્રેનનો દુખાવો વધી શકે છે. ચોકલેટમાં કેફીન અને બીટા-ફેનાઈલેથેલામાઈનનું પ્રમાણ વધારે હોય છે. જે માઈગ્રેનને ટ્રિગર કરવાનું કામ કરે છે.

ચિકન

વધારે પ્રમાણમાં ચિકન ખાવાથી માઈગ્રેનનો દુખાવો વધી શકે છે. ચિકનમાં રહેલ નાઈટ્રીક ઓક્સાઈડ મગજની માંસપેશીઓને પાતળી કરે છે, જે માઈગ્રેનને ટ્રિગર કરવાનું કામ કરે છે.

અથાણું

વધારે ખાટુ ખાવાથી પણ માઈગ્રેનનો દુખાવો વધી શકે છે. અથાડામાં સોડિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેનાથી બ્લડ પ્રેશર વધવા લાગે છે અને માઈગ્રેનનો એટેક થઈ શકે છે.

આર્ટીફિશિયલ સ્વીટનર્સ

માર્કેટમાં ખાંડના વિકલ્પ તરીકે અનેક પ્રોસેસ્ડ ફૂડ્સ છે, જે ગળપણ વધારવાનું કામ કરે છે. આ પ્રકારના ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરવાથી માઈગ્રેનની સમસ્યા વધી શકે છે.

ફ્રોઝન ફૂડ ખાવાથી

વધારે ફ્રેઝન ફૂડ જેમ કે આઈસ્ક્રીમ અને પેકેટમાં પેક્ડ ફૂડ ખાવાથી માઈગ્રેનનો એટેક વધે છે. આ ઉપરાંત એક્સરસાઈઝ કર્યા બાદ જો તમારું શરીર વધારે ગરમ રહેતુ હોય, તો તે પણ માઈગ્રેનનું કારણ બની શકે છે.

આ ખરાબ આદતો મગજને પહોંચાડી શકે છે નુક્સાન, આજથી જ ઈગ્નોર કરો