વધારે પડતું સ્મોકિંગ કરવાથી મગજ સંકોચાઈ જાય છે. જેનાથી આપણી યાદશક્તિ નબળી પડવા લાગે છે. આ સાથે જ હાર્ટ એટેક અને કેન્સર થવાનો ખતરો પણ વધી શકે છે. આથી મગજને સ્વસ્થ રાખવા માટે સ્મોકિંગ ના કરવું જોઈએ. c
લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાના કારણે અલ્ઝાઈમર સાથે સંકળાયેલી રોગ થઈ શકે છે. આ ઉપરાંત એક્સરસાઈઝ ના કરવાથી ડિમેન્શિયા થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. એવામાં આખા દિવસમાં 2 કલાક તો એક્સરસાઈઝ અચૂક કરવી જોઈએ.
હેડફોનમાં મોટા અવાજે ગીત સાંભળવાથી માત્ર કાનને જ નહી, પરંતુ મંગજને પણ ખૂબ જ નુક્સાન થઈ શકે છે. મોટા અવાજે ગીતો સાંભળવાથી મગજમા રહેલા ટિશ્યૂ ડેમેજ થવા લાગે છે.
જંક ફૂડ જેમ કે બર્ગર, ચિપ્સ અથવા તળેલો ખોરાક ખાવાથી મગજ પર વિપરિત અસર થાય છે. એવામાં મગજને સ્વસ્થ રાખવા માટે ફળ અને શાકભાજીનું વધારેમાં વધારે સેવન કરવું જોઈએ.
વધારે પડતું ખાવાથી પણ મગજને નુક્સાન પહોંચી શકે છે. વધારે ભોજન કરવાથી મગજનો વિકાસ સારી રીતે નથી થઈ શકતો. આથી જરૂરિયાત કરતાં વધારે ના ખાવું જોઈએ.
એકલા રહેવાથી પણ મગજને નુક્સાન પહોંચી શકે છે. વધારે મિત્રો હોવાથી તમે મેન્ટલી અને શારીરિક રીતે એક્ટિવ રહેશો. જેનાથી અલ્જાઈમરથી પીડિત થવાની શક્યતા ઘટી જાય છે.