અંબાણી પરિવારનો એન્ટીલિયા આલીશાન છે, જુઓ ઈનસાઈડ ફોટોઝ
By Jignesh Trivedi19, Jan 2023 11:08 AMgujaratijagran.com
એશિયાના સૌથી અમીર અને રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીની અમીરીથી સૌકોઈ વાકેફ છે. તેમનું આલીશાન ઘર એન્ટીલિયા દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘરે છે. મહેલ જેવા આ ઘરના અંદરના ફોટોઝ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે.
આખો અંબાણી પરિવાર એન્ટીલિયાના ઉપરના 6 માળમાં રહે છે. આ ઘરમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય.દરેક સુવિધા ઉપલબ્ધ
અંબાણીના આ ઘરમાં સુખ-સમૃદ્ધિની દ્રષ્ટીએ જિમ, પૂલ અને હેલીપેડ બનાવવામાં આવ્યા છે. લક્ઝરી હાઉસ
એન્ટીલિયાને ઘણી જ ખાસ રીતે ડિઝાઈન કરાયું છે. જે 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાને પણ સહેલાયથી ખમી શકશે.ખાસ છે ડિઝાઈન
અંબાણીના આ આલીશાન ઘરમાં કુલ 27 માળ છે. તેની છતોને ઘણી ઊંચી રાખવામાં આવી છે. કેમકે અંબાણી પરિવાર પોતાના દરેક કાર્યક્રમ આ ઘરમાં જ આયોજિત કરે છે.કુલ 27 માળ
અંબાણીના આ આલિશાન ઘરનું નિર્માણ ઓસ્ટ્રેલિયા સ્થિત કન્સ્ટ્રક્શન કંપની લાઈટન કોન્ટ્રેક્ટર્સે કર્યું છે.વિદેશી કંપનીઓએ કર્યું છે નિર્માણ
અંબાણી પરિવાર ઘણી જ લક્ઝરી લાઈફ જીવે છે. તેમના ઘરમાં પોતાનું યોગ સેન્ટર, ડાન્સ સ્ટૂડિયો, હેલ્થ સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે.ગ્લેમરસ લાઈફ
એન્ટીલિયાથી ખુલ્લું આકાશ અને દરિયાનો સુંદર નજારો જોઈ શકાય છે. આ બિલ્ડિંગના છઠ્ઠા માળે એક ગેરેજ આવેલું છે, જેમાં લગભગ 168 કાર પાર્ક કરી શકાય છે. દેખાય છે દરેક નજારો
અંબાણી પરિવારનો આ મહેલ તમને કેવો લાગ્યો. જો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો.
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
પાચનની સમસ્યા છે તો ચોક્કસ ખાઓ વરિયાળી, જાણો તેના ફાયદા