આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં હાર્ટને હેલ્ધી રાખવું અતિ આવશ્યક બની ગયું છે. જેનાથી હાર્ટ એટેકથી સરળતાથી બચી શકાય. ફેમિલી ફિઝિશિયન ઑફ ઈન્ડિયાના ડૉ. રમનકુમાર પાસેથી જાણીએ કે, હાર્ટને હેલ્ધી રાખવા અને હ્રદય રોગના હુમલાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ..
હાર્ટ એટેકથી બચવા માટે સૌ પ્રથમ તમારે સ્મોકિંગ છોડી દેવું જોઈએ. ખાસ કરીને સિગારેટનું વ્યસન હાર્ટ માટે હાનિકારક હોય છે. જેનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.
હેલ્ધી હાર્ટ માટે હેલ્ધી ડાયટ અપનાવવી જરૂરી છે. તમારી ડાયટમાં આખું અનાજ, નટ્સ અને પ્રોટીન સામેલ કરવું જોઈએ. જેનાથી હ્રદય મજબૂત બનવાની સાથે-સાથે સ્વસ્થ પણ રહે છે .
દરરોજ એક્સરસાઈઝ કરવાથી હ્રદયની માંસપેશીઓ મજબૂત બને છે. જેના પરિણામે બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જે હાર્ટ એટેકના ખતરાને ટાળવામાં મદદ કરે છે.
કૉલેસ્ટ્રોલનું હાઈ લેવલ હ્રદય રોગનું જોખમ વધારી શકે છે. આથી કૉલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી હાર્ટ એટેકનો ખતરો વધે નહીં.
વધેલું સુગર લેવલ પણ હ્રદય સબંધિત રોગનું એક મોટું કારણ બની શકે છે. આથી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું આવશ્યક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે.
વધુ પડતું વજન હાર્ટ એટેકનો ખતરો વધારે છે. આથી જ વજનને કંટ્રોલમાં રાખવું અને શરીરને સ્વસ્થ રાખવું હ્રદય માટે ફાયદેમંદ હોય છે.
બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવું હેલ્ધી હાર્ટ માટે જરૂરી છે.હાઈ બ્લડપ્રેશર હ્રદય સબંધિત રોગ અને હાર્ટ એટેકના ખતરાને વધારી શકે છે.
મીઠું બને તેટલું ઓછું ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. જે હાર્ટ માટે ફાયદેમંદ નીવડી શકે છે.
આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે નિયમિત ચેકઅપ કરાવવું પણ જરૂરી છે. જેથી હ્રદય સબંધિત સમસ્યાઓનો સમયસર ખ્યાલ આવી શકે અને તેની સમયરહેતા સારવાર થઈ શકે.