ડાયાબિટીસ એક લાઈલાજ બીમારી છે. એક વખત તેનો શિકાર બન્યા બાદ તેમાંથી મુક્તિ મળવી અશક્ય છે, પરંતુ તમે તેને કંટ્રોલ જરૂર કરી શકો છો.
જો તમે ડાયાબિટીસના દર્દી બનવા ના માંગતા હોવ, તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક્ટિવ લાઈફસ્ટાઈલ અને યોગ્ય ખાણી-પીણીની મદદથી તમે ડાયાબિટીસથી બચી શકો છો.
ડાયાબિટીસથી બચવાની સૌથી સરળ અને અસરકારક રીત હેલ્ધી ખોરાક છે. આ માટે તમારે ડાયટમાં ફાઈબરયુક્ત ફૂડ્સને સામેલ કરવા જોઈએ.
શરીરના વધતા વજનના કારણે પણ ડાયાબિટીસનો ખતરો રહે છે. એવામાં શરીરનું વજન કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરો. વાસ્તવમાં વધારે વજન અર્થાત મોટાપો થવાથી ઈસ્યુલિન પ્રતિરોધનો ખતરો વધી જાય છે.
ડાયાબિટીસની સમસ્યાને તમારાથી દૂર રાખવા માંગતા હોવ, તો નિયમિત એક્સરસાઈઝ કરવી જોઈએ. એક્સરસાઈઝ કરવાથી પણ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ઘણાં લોકો માનસિક તણાવને સામાન્ય માનીને ઈગ્નોર કરે છે, પરંતુ વધુ પડતું ટેન્શન લેવાથી અનેક સમસ્યાઓ ઘેરી વળે છે. જે પૈકી બ્લડ સુગર પણ એક છે.