How to Store Pulses: દાળને સ્ટોરેજ કરવાની ટિપ્સ


By Vanraj Dabhi25, Nov 2024 02:53 PMgujaratijagran.com

દાળ સ્ટોરેજ ટિપ્સ

કઠોળનો યોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કઠોળમાં જલદી જંતુઓ થવા લાગે છે, કેટલીક અસરકારક પદ્ધતિઓ અનુસરીને તમે કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

સરસવનું તેલ

સરસવનું તેલ કઠોળની દાળમાં લગાવવાથી કઠોળમાં જંતુઓ પ્રવેશ તો નથી, કારણ કે સરસવના તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જે કઠોળ બગડતા બચાવે છે.

કેવી રીતે લગાવવું

દાળનો સંગ્રહ કરવા માટે તમે 1 ચમચી સરસવનું તેલ દાળમાં ઉમેરો અને તેને તમારા હાથથી ઘસો. આ પછી, કઠોળને થોડો સમય તડકામાં રાખો અને પછી તેને સૂકા અથવા હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો.

ફોઇલ પેપર

ભેજને કારણે કઠોળ બગડી શકે છે. તેથી ફોઇલ પેપરના નાના ટુકડા કરી લો અને તેને કઠોળના ડબ્બામાં મૂકો.

લીમડાના પાન

લીમડામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે જીવાત અને જંતુઓને મારવા માટે અસરકારક છે. તેને સારી રીતે ધોયા બાદ તેને સૂકવીને દાળના ડબ્બામાં રાખો.

વાંચતા રહો

આવી અવનવી ટિપ્સ એન્ડ ટ્રીક્સ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાળની ​​ખંજવાળ ઘટાડવા શું કરવું?