ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, આ ગરમીના દિવસોમાં સૌથી વધુ મહત્વ શરીરના સ્વાસ્થને આપવું જોઈએ. ઉનાળામા જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો તડકો, લુ અને વધુ પડતી ગરમીના લીધે ડીહાઇડ્રેટશન, લુસ મોશન જેવી તકલીફો ઊભી થઈ શકે છે આનાથી બચવા તમે તમારા ડાયટમાં લીંબુ પાણીનો સમાવેશ કરી શકો છો, આ શરીરને ઘણા ફાયદા અપાવે છે ચાલો જાણીએ
લીંબુમાં વિટામિન સીથી લઈને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્ત્વો રહેલાં હોય છે જે પેટ સંબંધિત બીમારીઓથી તમને દુર રાખે છે
ઉનાળામા સૌથી વઘુ મહત્વનું હાઇડ્રેટશન છે. નિયમિત લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે.
લીંબૂ પાણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે જે મોસમી રોગોથી બચાવી રાખે છે.
લીંબુ પાણીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખી તેને ડ્રાય થતા અટકાવે છે.
લીંબુમાં ઓછી કેલેરી હોય છે માટે રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને વજન પણ વધતું નથી.