લીંબુ પાણી પીવાના જોકે ઘણા ફાયદાઓ છે, પણ અમુક લોકો માટે આ નુકસાનકારક પણ છે, આજે આપણે એવા લોકો વિશે જાણીશું જે જેમની માટે લીંબુ પાણી ઝેર બની શકે છે.
જેઓને એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમને લીંબુ પાણી ન પીવું જોઈએ. લીંબુમાં સીટ્રિક એસિડ હોય છે જે આ તકલીફને વધારી શકે છે
જે લોકોને હાર્ટબર્નની સમસ્યા હોય તેમણે પણ લીંબુ પાણી પીવાથી દૂર રહેવું જોઈએ. લીંબુ પાણી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યાને વધારી શકે છે.
જો તમને અલ્સરની તકલીફ હોય તો ભૂલથી પણ લીંબુ પાણીનું સેવન ન કરશો. ખાટી વસ્તુઓ તમારી માટે ઝેર સાબિત થઈ શકે છે.
જો તમારા દાંતનો દુખાવો રહેતો હોય તો લીંબુ પાણીનું સેવન પણ ન કરવું જોઈએ.
જો લીંબુ પાણીનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં પોટેશિયમની ઉણપ થઈ શકે છે, જેના કારણે થાક અને નબળાઈ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે