મગફળી એ અત્યંત એલર્જેનિક ખોરાક છે જો તમને આની એલર્જી છે તો તમને શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં સોજો, ઝડપી ધબકારાનો જેવા લક્ષણો જોવા મળશે
ઝીંગા, કરચલો અને લોબસ્ટરની એલર્જીના લક્ષણોમાં, ઉબકા, ત્વચાની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
ઘઉંની એલર્જી સમસ્યાઓ, ત્વચાની સમસ્યાઓ અને શ્વસન અને પાચનમા તકલીફનું કારણ બની શકે છે.
ઇંડા પણ એલર્જીક હોઈ શકે છે, આના સેવનથી સ્કીન રેશીસ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થઈ શકે છે.
દૂધની એલર્જી બાળકોમાં સૌથી સામાન્ય છે, જો તમને દૂધના સેવનથી શિળસ, ઉલટી, કે કોઈ પેટ સંબધિત સમસ્યા થતી હોય તો ડોક્ટરી સલાહ ચોકક્સથી લેવી જોઈએ