Lemon Tips: અજમાવો લીંબુથી જોડાયેલા આ નુસખા, સમસ્યાઓ થઇ જશે ગાયબ


By Jagran Gujarati19, Jan 2023 03:31 PMgujaratijagran.com

બાળકોને નજર લાગી હોય તો એક ડાઘા વગરનું લીંબુ લઇને તેને વચ્ચેથી કાપો. &લીંબુના કાપેલા ભાગ ઉપર કાળા તલને અંદર દબાવીને તેના ઉપર કાળો દોરો લપેટી લો. હવે લીંબુને સાત વખત બાળક પરથી ઉંધી રીતે ઉતારો અને લીંબુંને ઘરથી દૂર ફેંકી દો.દૂર કરો ખરાબ નજરોની અસર

જો કોઇને ડરામણા સપનાંઓ આવતા હોય તો તે વ્યક્તિના તકિયા નીચે લીલું લીંબુ મૂકી દો. જો લીંબુ સૂકાઇ જાય તો તેને બદલીને બીજું લીંબુ મૂકી દો. આ કાર્ય સતત પાંચ વખત કરવાથી ડરામણાં સપનાઓથી રાહત મળશે અને ઊંઘ પણ સારી આવશે.&ડરામણા સપનાંઓથી મુક્તિ

જો પતિ- પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હોય તો, બેડરૂમમાં એક વાસણમાં પાણી ભરીને લીંબુના બે કટકા કરીને એમાં મૂકી રાખો. એક મહિના સુધી રોજ આ ઉપાય કરો. આમ કરવાથી લગ્નજીવનમાં સુખમય બનશે.સુઃખી લગ્નજીવન માટે

ઘરમાં લીંબુનો છોડ લગાવવાથી મેલી વિદ્યા ઘરમાં પ્રવેશી શકશે નહીં અને તેનાથી વાસ્તુ દોષનો પ્રભાવ પણ ઘટશે.મેલી વિદ્યાને દૂર રાખશે

લીંબુ અને ચાર લવિંગ લઇને હનુમાનજીના મંદિરમાં જવું, લીંબુની ઉપર ચાર લવિંગ લગાડી હનુમાનજીની આરાધના કરી હનુમાન ચાલીસાના પાઠ કરો. પોતાની સફળતા માટે પ્રાર્થના કરો અને લીંબુને ઘરે લાવીને તમારું કામ શરૂ કરો.&સફળતા પ્રાપ્તિ માટે

વ્યાપારમાં નુકસાન થઇ રહ્યું છે તો, શનિવારે લીંબુના ચાર કટકા કરીને ચાર રસ્તા ઉપર જઇને ચારે દિશામાં તે કટકા ફેંકી દો. ધંધામાં નુકસાનીથી રાહત મળશે અને ફાયદો પણ થશે.ધંધામાં નુકસાનીથી બચો

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Shubman Gill : વનડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન