પોટેશિયમ, ફાઇબર, વિટામિન બી6, થાયામિન, નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ.
લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. એક લીંબુમાં શરીરમાં દૈનિક જરૂરી વિટામિન સીના ડોઝનો 50%થી વધુ હોય છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
રોજ સવારે લીંબુ પીવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. તમેજ વધતી ઊંમરમાં કરચલીઓની સમસ્યા ઘટાડીને ત્વચા ચમકદાર બનાવે છે.
લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોવાથી તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રાખીને હૃદયને સ્વસ્થ રાખે છે.
રોજ સવારે લીંબુ પાણી પીવાથી દિવસ દરમિયાન પાચન ક્રિયા મજબૂત બનાવવાની સાથે એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરમાં ભૂખ લાગવા દેતા નથી,જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
ઊનાળામાં ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી તાજગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે.