Potato Storage Tips: બટાકાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની રીત


By Vanraj Dabhi27, Sep 2024 04:03 PMgujaratijagran.com

બટાકાનો સંગ્રહ

ચોમાસામાં બટાકા જડપથી ખરાબ થઈ જતા હોય છે, ત્યારે લાંબા સમય સુધી બટાકાને સ્ટોર કરવા માટે કેટલીક ટિપ્સ અમે તમને જણાવીશું.

સ્ટેપ-1

બટાકાને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાને બદલે કાગળની થેલીમાં ભરી પછી ઉપર પેપર મૂકી બટાકા સ્ટોર કરવાથી ઝડપથી બગડતા નથી.

સ્ટેપ-2

આ પેપર બેગમાં એક સફરજન મૂકવાથી બટેકા બગડતા નથી.

સ્ટેપ-3

બટાકાની સાથે એક સફરજન મૂકીને પછી બટાકાને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખો.

સ્ટેપ-4

નિષ્ણાતોના મતે આ બેગને ખુલ્લી રાખો, કારણ કે બંધ રાખવાથી તે ઝડપથી સડી જશે.

સ્ટેપ-5

આ ટિપ્સ અજમાવવાથી મારા બટાકા મહિનાઓ સુધી બગડતા નથી, તેથી તમને હંમેશા ફ્રેશ બટાકા મળશે જેનાથી તમને ઘણો ફાયદો થશે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એવા કેટલાક ઘરેલુ ઉપાયો કે જેનાથી તમે ઘરમાં ઉંદરથી છૂટકારો મેળવી શકો છો