લીંબુના પત્તા ચાવવાના ફાયદા


By Hariom Sharma09, Aug 2023 08:49 PMgujaratijagran.com

લીંબુના પત્તા ખૂબ જ ગુણોથી ભરપૂર હોય છે. આ માટે લીંબુના લીલા પત્તા ચાવવાથી તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકો છો.

લીંબુ પાંદના પોષકતત્ત્વો

- આયર્ન - વિટામિન એ - વિટામિન સી - ફોસ્ફોરસ

સ્ટ્રેસ કરે દૂર

લીંબુના પત્તા ચાવવાથી તણાવ અને ચિંતાની સમસ્યા દૂર થઇ શકે છે. આ પત્તા ઘણા ગુણોથી ભરપૂર હોય છે, જે મગજની નસોને શાંત અને સ્ટ્રેસથી રાહત અપાવે છે.

પેટના બેક્ટેરીયા

પેટના બેક્ટેરીયાથી છુટકારો મેળવવા માટે લીંબુના પત્તાત ચાવવા. આ પાંદડા સ્વાદમાં કડવા હોવાની સાથે પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, પેટના બેક્ટેરિયાથી રાહત અપાવે છે.

વજન ઘટાડે

વિટામિન સીથી ભરપૂર લીંબુના પત્તા શરીરનું વજન ઘટાડે છે. ખાલી પેટ આ પત્તા ચાવવાથી અથવા પાણીમાં ઉકાળીને સેવન કરવાથી સ્થૂળતા ઘટે છે.

માથાનો દુખાવો

માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યાથી રાહત મેળવવા માટે લીંબુના પત્તા ફાયદાકારક સાબિત થાય છે. આ પત્તાને સુંઘવાથી અથવા ચાવવાથી માથઆનો દુખાવો દૂર કરી શકાય છે.

કેવી રીતે ખાવા?

લીંબના એકથી બે પત્તાને સારી રીતે ધોઇને ચાવો. આ પત્તાનું વધારે અથવા રોજ સેવન કરતા પહેલા ડાયેટિશિયનની સલાહ લો. આને પાણીમાં ઉકાળીને અથવા ચા બનાવીને સેવન કરી શકાય છે.

પેટ સાફ નથી રહેતું? સૂતા પહેલા પીવો આ સ્પેશિયલ ડ્રિન્ક