આજકાલ ખાવા-પીવામાં બેદરકારીના કારણે વધારે પડતા લોકોને પેટની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જાણીએ એવા ડ્રિન્ક અને ચા વિશે જે કબજિયાત અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
પાચન સારી રીતે ના થવાના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે રોજ રાત્રે સૂતા પેહાલ તજ પાવડરને પાણીમાં મિક્સ કરીને પીવાથી અથવા આ મસાલાથી બનેલી ચાના સેવનથી ફાયદો થાય છે. આ મસાલો પેટ સાફ કરવાની સાથે પેટને લગતી સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.
રાત્રે સૂતા પહેલા તજની ચા પીવાથી સારી ઊંઘ આવે છે. તજમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ્સ ઊંઘની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.
તજની ચાનું સેવન બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેનાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.
તજમાં રહેલા પ્રોબાયોટિક્સ અને એન્ટિઓક્સિડેન્ટ્સના કારણે આ વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા આ ડ્રિન્કનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ સારું થઇ શકે છે.
તજની ચામાં રહેલા પૈપૈન અને અન્ય ઘણા એન્જાઇમ્સ પાચનને સુધારવામાં મદદ કરે છે, જેનાથી અપચો વગેરે સમસ્યા તરત રાહત મળે છે.