અશ્વગંધ પાવડર ખાવાના ફાયદા


By Hariom Sharma09, Aug 2023 08:27 PMgujaratijagran.com

અશ્વગંધ પાવડર સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. આ વજન ઘટાડવાની સાથે સાથે સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ અશ્વગંધ પાવડર પાવડરથી થતાં ફાયદા વિશે.

અશ્વગંધ પાવડરના પોષકતત્ત્વો

- એન્ટિ ઓક્સિડેનટ્ - એન્ટિફ્લેમેટરી ગુણો - એન્ટિબેક્ટેરિયા ગુણ - આયર્ન

સારી ઊંઘ

અશ્વગંધ પાવડરનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે. આ સ્ટ્રેસ અને એન્જાઇટીમાં ઘટાડો કરી સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ માટે તમે દૂધમાં અશ્વગંધ પાવડર મિક્સ કરીને પીવો.

સોજા ઘટાડે

શરીરના કોઇ પણ ભાગમાં સોજા ઘટાડવા માટે તમે અશ્વગંધ પાવડર પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ સોજા અને દુખાવો ઘટાડવાનું કામ કરે છે. આ ઘૂંટણ અને સાંધાના સોજા ઘટાડવાનું કામ કરે છે.

વજન ઘટાડે

વજન ઘટાડવા માટે પણ તમે અશ્વગંધ પાવડરનો ઉપયોગ કરી શકો છો. આને ખાવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી થાય છે, જેનાથી શરીરમાં જમા ચરબી સરળતાથી ઓગળવા લાગે છે.

શારીરિક ક્ષમતા વધારે

અશ્વગંધ પાવડરનું સેવન કરવાથી શારીરિક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. આને ખાવાથી શરીરમાં એનર્જી આવે છે સાથે કમજોરી અને થાક પણ દૂર થાય છે.

પેટ માટે ફાયદાકારક

અશ્વગંધ પાવડર ખાવાથી પેટ માટે ઘણી રીતે ગુણકારી છે. આને ખાવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે, જેનાથી ગેસ, અપચો વગેરે જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

સ્નાયુઓ માટે ઉત્તમ

અશ્વગંધ પાવડરનો ઉપયોગ કરવાથી સ્નાયુઓ અને સાંધા માટે હેલ્ધી હોય છે. આને ખાવાથી સ્નાયુઓ એક્ટિવ રહે છે, જેનાથી દુખાવો ઘટી શકે છે.

જીમના ખર્ચા છોડો, સવારના પહોરમાં આ એક્સરસાઈઝ કરવાથી ઝડપથી ઘટશે વજન, શરીર રહેશે ફીટ