ખોટી વસ્તુ ખાવા-પાવાથી ઘણીવાર શરીરમાં શુગરનું લેવલ વધી જતું હોય છે, શુગરને કંટ્રોલ કરવા માટે લોકો દવાઓ લે છે, જેમા કેમિકલ પણ ભેળવવામાં આવે છે.
શુગરના લેવલને કંટ્રોલમાં કરવા માટે કેટલાક પાંદડાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ ક્યા પાંદળાનો ઉપયોગ શુગરને કંટ્રોલ કરવા માટે કરી શકાય.
શુગરને કંટ્રોલ કરવા માટે મેથીના પાન ફાયદાકારક છે. મેથીના પાનનું સેવન કરવાથી શુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
લામડાના પાન ઔષધીના ગુણોથી ભરપૂર હોય છે. લીમડાના પાનનો પાવડર બનાવી રોજ એક ચમચી પાણીમાં મેળવીને પીવો.
આંબાના 5-10 પાનને ગરમ પાણીમાં ઉકાળી લો,જેને ગાળીને ભુખ્યા પેટે તેમનું સેવન કરી શકો છો.
મીઠા લીંબડાના પાનનો ટેસ્ટી શાક-દાળ બનાવતી વેળાએ ઉપયોગમાં લેવાય છે, પરંતુ મીઠા લીંબડાના પાનનું સેવન કરનાથી પણ શુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
અશ્વગંધા ઔષધીના ગુણોથી ભરપૂર હોય છે. અશ્વગંધાના પાનનું સેવન કરવાથી પણ સરળતાથી શુગરને કંટ્રોલ કરી શકાય છે.