શ્રાવણના વ્રત દરમિયાન ખાવા-પીવામાં અને જીવનેશૈલીમાં થોડો બદલાવ તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકે છે. આ સિઝનમાં ઉપવાસ સમયે કરવામાં આવતી ભૂલો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ વ્રત દરમિયાન કંઇ ભૂલો ના કરવી જોઇએ.
શ્રાવણમાં ઉપવાસને બરાબર રીતે કરવામાં આવે તો શરીરમાં રહેલું વિષાત્ક પદાર્થો બહાર કાઢી શકાય છે. વ્રત દરમિયાન ગળી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ.
શ્રાવણમાં વ્રત દરમિયાન હાઇડ્રેટેડ રાખવાથી શરીરમાં રહેલું ટોક્સિન્સને ઘટાડી શકાય છે. વ્રતેમાં જ્યૂસ અને પાણીનં સેવન ભરપૂર માત્રામાં કરવું.
શ્રાવણમાં વ્રત દરમિયાન શરીરને આરામ આપવાનું ભૂલતા નહીં. વ્રત દરમિયાન શરીરને પર્યાપ્ત માત્રામાં પોષણ મળતું નથી, જેના કારણે ઊર્જાનું નિર્માણ ધીમી ગતિએ થાય છે, જો થાક અને કમજોરીનું કારણ બની શકે છે.
શ્રાવણના વ્રતમાં સવારે જલદી ઉઠો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શરીરને તાજી હવા પ્રપ્ત થાય છે, જેનાથી બ્લડ ફ્લો સુધરે છે, અને શરીર ફ્રેશ ફીલ કરે છે.
શરીરને કમજોરીથી બચાવવા માટે ડાયેટમાં ડ્રાય ફ્રૂટ્સ અને દૂધને સામેલ કરો. ફળોના જ્યૂસ પણ પી શકો છો.
શ્રાવણના વ્રત દરમિયાન મેડિટેશન કરવાથી તમારા મનને શાંતિ મળે છે. મેડિટેશનથી સ્ટ્રેસ ઘટે છે અને એકાગ્રતા વધે છે. શ્રાવણના વ્રતમાં ધ્યાન લગાવવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.