જાંબુના ઠળિયાથી બનેલું ચૂર્ણ દૂર કરશે સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા


By Hariom Sharma05, Jul 2023 10:00 AMgujaratijagran.com

જાંબુના ઠળિયામાં સ્ટાર્ચ, ડેક્સટ્રિન અને ટેનિન જેવા ઘણાં ગુણાકારી પોષકતત્ત્વો રહેલા હોય છે, જેસ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.

પાચન માટે ફાયદાકારક

જાંબુના બીજમાં ફાયબર રહેલું હોય છે, જે પાચનને લગતી સમસ્યાઓને ઘટાડામાં મદદ કરે છે. આ ઠળિયાથી બનેલું ચૂર્ણનું સેવન કરવાથી પાચનતંત્રની કાર્ય ક્ષમતા સુધરે છે.

દાંત માટે ફાયદાકારક

જાંબુના ઠળિયામાં કેલ્શિયમ અને વિટામિન સીન ભરપૂર માત્રા હોય છે, જે દાંતને મજબૂત બનાવવા અને પેઢામાં રહેલા સોજા અથવા દુખાવો ઘટાડે છે. આ ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને કોગળા કરવાથી દાંતને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

પીરિયડ્સમાં રાહત

પીરિડ્ય દરમિયાન થતાં દુખાવામાં અને મૂડ સ્વિંગ્સમાં રાહત મેળવવા માટે જાંબુના ઠળિયાથી બનેલા ચૂર્ણનું સેવન કરવું. આ ચૂર્ણમાં ઝીંકની ભરપૂર માત્રા હોય છે, જે દુખાવોને દૂર કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસની સમસ્યા

જાંબુના બીજમાં એન્ટિ ડાયાબિટીક ગુણ રહેલા હોય છે, જે બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસમાં આ ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

ગેસ્ટ્રિકમાં ફાયદાકારક

જાંબુના ઠળિયામાંથી નીકળતો અર્ક ગેસની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. પેટમાં વધી રહેલા એસિડને શાંત કરવા માટે તમે આ ચૂર્ણનું સેવન કરી શકો છો.

કબજિયાતમાં રાહત

જાંબુના ઠળિયામાં ક્રૂડ ફાયબર ભરપૂર માત્રા હોય છે, જે મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કેર છે. આ બીજના ચૂર્ણનું સેવન કરવાથી કબજિયામાં રાહત મળે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

વધતાં બ્લડ પ્રેશરને ઘટાડવા માટે જાંબુ બીજના ચૂર્ણનું સેવન કરવું ફાયદાકારક છે. આ બીજમાં રહેલું એલિજિક એસિડ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે.

મોતી જેવા ચમકશે દાંત, કરો આ ઉપાય