કાળા મરીના આ 5 અદ્ભૂત ફાયદાઓ વિશે જાણો


By Smith Taral06, Sep 2024 06:18 PMgujaratijagran.com

કાળા મરી, આપણાં ખોરાકમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા સિવાય તે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ પ્રદાન કરે છે. આવો જાણીએ કાળા મરીના કેટલાક મુખ્ય ફાયદાઓ છે:

પાચનને સુધારે છે

કાળા મરી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડને ઉત્પન્ન કરે છે જે પાચનને સુધારવામાં મદદ કરે છે અને પેટનું ફૂલવું અને અપચો જેવી પેટ સંબધિત સમસ્યાઓથી બચાવે છે.

એન્ટિઓક્સીડન્ટ ગુણધર્મો

કાળા મરીમાં રહેલા એન્ટિઓક્સીડન્ટ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને સેલ્યુલર ડેમેજને અટકાવે છે અને શરીરને અંદરથી સાફ રાખે છે

મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ

કાળા મરીમાં પાઇપરિન રહેલું હોય છે જે મગજમાં સેરોટોનિન અને ડોપામાઇનની માત્રા વધારવામાં મદદ કરે છે, જેના પરિણામે મૂડ સ્વિંગ જેવી સમસ્યા ઘટે છે.

હ્રદયનું સ્વાસ્થ્ય

કાળી મરીમાં પાઇપરીન કમ્પાઉન્ડ કોલેસ્ટ્રોલને ઘટાડી, હાર્ટ અટેક અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.

દાંત અને ગળાનું આરોગ્ય

કાળા મરીમા રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો દાંતના દુખાવા અને ગળાના સોજાને દૂર કરે છે અને શ્વાસની દુર્ગંધ પણ ઘટાડે છે.

ભારતીયોમાં જોવા મળી રહી છે આ ત્રણ પોષકતત્વોની ઉણપ, આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરુ કરો