તાજેતરના એક અભ્યાસ અનુસાર, ભારતીયો આયર્ન, કેલ્શિયમ અને ફોલેટ જેવી જરૂરી પોષકતત્વોની ઉણપનો સામનો કરી રહ્યા છે. આ ત્રણે પોષકતત્વો આપણા આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આવો જાણીએ તેના મહત્વ વિશે અને તે ક્યા ખોરાકમાંથી મેળવી શકાય છે
આયર્ન લાલ રક્તકોષિકાઓમાં ઓક્સિજન પહોંચાડવામાં અને ઊર્જા પેદા કરવામાં મદદ કરે છે.
જો તમે નોન વેજ ખાતા હોવ તો રેડ મીટ અને સીફૂડમાંથી આર્યન મેળવી શકો છો અને શાકાહારીમાં ચણા અને અન્ય કઠોળમાંથી લઈ શકાય છે. આ ખોરાક વિટામિન C સાથે લેવાથી વધુ અસરકારક રહે છે.
કેલ્શિયમ હાડકાં મજબૂત બનાવે છે અને સ્નાયુ કાર્ય માટે પણ જરૂરી છે, તે લોહી ગંઠાઈ જવાની પ્રક્રીયામાં પણ મદદ કરે છે.
કેલ્શિયમ ડેરી પ્રોડક્ટ જેવા કે દુધ, દહીં, અને ચીઝ માંથી મળે છે આ સિવાય ફાલસા, બદામ, અને શાકભાજીમાં કેળા પણ કેલ્શિયમનો ઉત્તમ સ્રોત છે
ફોલેટ DNA સંશ્લેષણ, કોષના વિભાજન, અને મગજની કાર્યક્ષમતા માટે જરૂરી છે. આ સિવાય તે ગર્ભાવસ્થા દરમિયાન પણ ખૂબ જરૂરી છે.
ફોલેટની ઉણપ દૂર કરવા માટે શાકભાજીમાં પાલક, સલગમ, શતાવરી, અને બ્રોકોલીનું સેવન કરી શકાય છે અને ફળોમાં નારંગી, લીંબુ, ગ્રેપફ્રૂટ, અને એવોકાડો ખાઈ શકાય છે