ભારતના આકર્ષક અને અદભૂત હેન્ડલૂમ પ્રોડક્ટ્સ વિશે જાણો


By Smith Taral10, Aug 2024 04:34 PMgujaratijagran.com

બનારસી સિલ્ક

ઉત્તર પ્રદેશની બનારસી સિલ્ક તેની જટિલ ડિઝાઇન અને સોના અને ચાંદીના બ્રોકેડ માટે પ્રખ્યાત છે.

કાંજીવરમ સિલ્ક

તમિલનાડુની આ કાંજીવરમ સિલ્ક શુદ્ધ શેતૂર રેશમથી બનાવામાં આવે છે.

ચંદેરી

મધ્યપ્રદેશની સ્થાનિક હેન્ડલૂમ ચંદેરી તેની સુંદર રચના અને ક્વોલિટી માટે જાણીતું છે . આ ચંદેરીમાં ઘણીવાર ફ્લોરલ અને મોર ડિઝાઇન જોવા મળે છે.

ફુલકારી

પંજાબની પ્રખ્યાત ફુલકારી કારીગરીના શાલ, દુપટ્ટા અને હેડસ્કાર્ફ પ્રખ્યાત છે

પટોળા

પટોળા એ ગુજરાતના એકમાત્ર પાટણ જિલ્લામાં બનાવામાં આવતું હેન્ડી ક્રાફ્ટ છે. રેશમના કાપડ ઉપર પ્રાણીઓ અને ફૂલોની વાઇબ્રન્ટ પેટર્નની સુંદર કારીગરીની મદદથી પટોળા તૈયાર કરવામાં આવે છે.

મુગા સિલ્ક

આસામની મુગા સિલ્ક તેની સોનેરી ચમક માટે જાણીતુ છે, આ મજબૂત અને ટકાઉ હોય છે.

બોમકાઈ સાડી

ઓડિશાની બોમકાઈ સાડી રેશમ અને કપાસનું મિશ્રણ કરીને બનાવામાં આવતું સુંદર હેન્ડી ક્રાફ્ટ છે.

ચોમાસાનો આનંદ માણવા ભારતની આ લોકપ્રિય મીઠાઈઓ છે બેસ્ટ