Dudhi Thepla Recipe: દૂધીના થેપલા બનાવવાની રીત


By Vanraj Dabhi21, Aug 2024 11:15 AMgujaratijagran.com

દૂધીના થેપલા

થેપલા તો દરેક લોકોએ ખાધા હશે, આજે આપણે થેપલાની યુનિક રેસીપી દૂધીના થેપલા ટ્રાય કરીશું,નોંધી લો રેસીપી.

સામગ્રી

દૂધી, ઘઉંનો લોટ, દહીં, હળદર, મરચું, તેલ, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ દૂધીને છીણી એક બાઉલમાં બધી સામગ્રી અને તેલ નાખીને મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે તેના પર તેલ લગાવીને હાથથી લોટને ફરીથી કૂણીને લોટના નાના નાના બોલ બનાવો લો.

સ્ટેપ-3

હવે એક પાટલા પર વેલણ વડે દરેક બોલને રોટલી જેમ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક નોન-સ્ટીક પેન ગરમ કરીને દરેક થેપલાને બંને બાજુ તેલ લગાવીને સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધી થેપલા તમે તેને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Batata Nu Shaak : રસાવાળું બટાકાનું શાક બનાવવાની રીત