દરેક લોકોને બટાકાનું શાક પસંદ હોય છે. આજે આપણે રસાવાળા બટાકાના શાક બનાવવાની રેસીપી જાણીશું.
બટાકા, ટમેટા, તેલ, જીરું, હીંગ, લસણ, હળદર, લાલ મચરું, ધાણાજીરું, મીઠું, કોથમરી.
સૌ પ્રથમ બટાકાને ધોઈને કૂકરમાં નાખીને બાફી લો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી પછી તેમા જીરું,રાઈ,હીંગ,લસણ ઉમેરીને સાતળો.
હવે તેમા સમારેલ ટમેટું,ચટણી,હળદર,ધાણાજીરું,મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે તેમા પાણી ઉમેરીને બરાબર પાકવીને પછી તેમા બાફેલા બટાકાના ટુકડા ઉમેરો.
હવે તેમા થોડી ખાંડ અને કોથમરી ગાર્નિશ કરીને ગરમા-ગરમ રસાવાળા બટાકાનું શાક રોટલી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.