Panjiri Recipe: પંજરીનો પ્રસાદ બનાવવાની રીત


By Vanraj Dabhi20, Aug 2024 06:09 PMgujaratijagran.com

પંજરીનો પ્રસાદ

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આજે અમે તમને પંજરી બનાવવાની પરફેક્ટ રેસીપી જણાવીશું.

સામગ્રી

ધાણાં, ખાંડ, કોપરાનું છીણ, એલચી પાઉડર, કિશમિશ, ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેન માં ઘી,ધાણાં નાખીને ધીમા તાપે શેકી લો.

સ્ટેપ-2

હવે ધાણાંને એક પ્લેટ કાઢી પછી એક મિક્સર જારમાં નાખીને પાવડર બનાવી લો.

સ્ટેપ-3

હવે ફરી વખત પેનમાં ઘી ગરમ કરી કોપરાનું છીણ, એલચી પાઉડર, કિશમિશ ઉમેરીને શેકી લો.

સ્ટેપ-4

હવે હવે ધાણાંના પાવડરમાં ખાંડ સહિત બધી સામગ્રી નાખીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પંજરીનો પ્રસાદ, ઉપરથી ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશ કરી ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદ ધરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમને ખબર છે ચાની શોધ ક્યારે અને કેવી રીતે થઈ? ચાલો જાણીએ