Lauki Paratha: સવારના નાસ્તામાં ઘરે ટ્રાય કરો દૂધીના ટેસ્ટી પરોઠા


By Vanraj Dabhi08, Nov 2024 10:17 AMgujaratijagran.com

દૂધીના પરોઠા

તમે ચણાના લોટના પરોઠા, મગની દાળના પરોઠા અને રવાના પરોઠા તો ખાધા જ હશે, પણ શું તમે ક્યારેય દૂધીના પરોઠા ટ્રાય કર્યા છે? જો નહીં, તો ચાલો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

દૂધી, રવો, ચણાનો લોટ, લીલા મરચા, ચાટ મસાલો, મીઠું, કોથમરી, અજમો, લાલ મરચું પાઉડર, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને તેને છીણીને એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે તેમાં ચણાનો લોટ, રવો, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, લીલું મરચું વગેરે ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ-3

હવે લોટમાંથી નાના લૂઆ બનાવી પાટલા અને વેલણની મદદથી પરાઠા વણી લો.

સ્ટેપ-4

હવે એક તવા પર પરોઠાને સોનેરી થાય ત્યાં સુધી તેલ લગાવીને શેકી લો.

સર્વ કરો

તૈયાર છે દૂધીના પરોઠા તમે તેને તીખી અને મીઠી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિશ્વના 5 સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ વિશે જાણો