શ્રાવણ મહિનાને ખાસ બનાવવા માટે મહિલાઓએ ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ શ્રાવણ મહિનામાં મંગળસૂત્રની કેટલીક બેસ્ટ ડિઝાઈન ટ્રાય કરી શકાય છે. તે અંગે અમે તમને જણાવીએ.
દરેક મહિલાને ગોલ્ડ પહેરવું ખૂબ જ પસંદ છે. એવામાં તેના પર હેવી વર્કવાળું ગોલ્ડ મંગળસૂત્ર બજારમાંથી ખરીદી શકો છો.
મંગળસૂત્રની ઘણી ડિઝાઈન તમેન માર્કેટમાં મળી જશએ. જો તમે સિલ્વર કલરમાં કંઈ શોધી રહ્યા છો તો એવું ઓક્સોડાઇઝ સ્ટાઇલનું મંગળસૂત્ર ટ્રાય કરી શકો છો.
જો તમને પર્લ ડિઝાઈન જ્વેલરી પસંદ છે તો આ રીતનું મંગળ સૂત્ર ટ્રાય કરી શકો છો. આ ડિઝાઈન તમને ઓનલાઇન માર્કેટમાં સરળતાથી મળી જશે.
આ રીતનું મંગળસૂત્ર આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ડિઝાઈન કોઈ પણ ઇન્ડિયન આઉટફિટ માટે પર્ફેક્ટ સાબિત થઈ શકે છે.
ચેઇનવાળું મંગળસૂત્ર મહિલાઓને ખૂબ જ પસંદ હોય છે. જો તમે લાઇટ વેઇટ અને યૂનિક દેખાવા માગો છો તો આ રીતનું ચેઇનવાળું મંગળસૂત્ર ટ્રાય કરી શકો છો.
જો તમે શ્રાવણના કોઈ ખાસ અવસર સાથે ઘરમાં પહેરવા માટે કોઈ મંગસૂત્ર શોધી રહ્યા છો. તો સિંગલ પેન્ડન્ટવાળું મંગળસૂત્ર પહેરી શકો છો.
મંગળસૂત્ર ઉપરાંત આ રીતનું બ્રેસલેટ પણ ખૂબ જ ચલણમાં છે. જો તમે કંઈક નવું અને યૂનિક ટ્રાય કરવા માગો છો તો બ્રેસલેટવાળું મંગળસૂત્ર ટ્રાય કરી શકો છો.