મોનસૂનમાં વાળોની કેર આ રીતે કરવી


By Kisankumar Sureshkumar Prajapati05, Jul 2023 05:02 PMgujaratijagran.com

મોનસૂન

મોનસૂનમાં વાળની સમસ્યા વધી જાય છે. તેનાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો અમે તમને જણાવીએ.

વાળને સાફ રાખવા

મોનસૂનમાં વાળને સાફ રાખવા જોઈએ, આ સિઝનમાં પરસેવો અને ગંદકીને લીધે ડેન્ડ્રફ થવાની સંભાવના વધી જાય છે.

ડુંગળીનો ઉપયોગ

આ સિઝનમાં વાળ ખરતાં હોય તો ડુંગળીનો રસ લગાવી શકાય છે. ડુંગળીના રસને તેલમાં મિક્ષ કરીને મસાજ કરવું.

ઓઇલ મસાજ કરવું

મોનસૂનમાં વાળ ડ્રાય થઈ જાય છે. આ માટે નારિયેળના તેલને હળવા હાથે વાળમાં લગાવી એક બે કલાક પછી વાળ ધોઈ નાંખવા જોઈએ.

આંબળાનો રસ

મોનસૂનમાં સ્કેલ્પ પર ખંજવાળ આવવાથી વાળ ખરવા લાગે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે આંબળાના જ્યૂસને કોટનની મદદથી સ્કેલ્પ પર લગાવવો જોઈએ.

દહીં લગાવવું

મોનસૂનમાં હેરફોલની સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે દહીનું હેર પેક બનાવવું અને તેને વાળમાં લગાવવું.

મુલતાની માટીનો ઉપયોગ કરવો

મોનસૂનમાં વાળને ડીપ ક્લિન કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવો. તેનાથી સ્કેલ્પ સાફ થશે અને ડેન્ડ્રફમાંથી છુટકારો મળશે.

એલોવેરા જેલનો ઉપયોગ

વાળને સિલ્કી અને સાઇની બનાવવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. તેને તેલમાં મિક્ષ કરી વાળમાં લગાવી મસાજ કરવું.

નેકલેસની આ શાનદાર ડિઝાઈન કરો ટ્રાય