લસણીયા બટાકાનું શાક ઘણા લોકોને ભાવતું હોય છે. તેમાય તીખું તમતમતું શાક હોય તો પુછવું જ શું, આજે આવું ટેસ્ટી લસણીયા બટાકાનું શાક ઘરે કેવી રીતે બનાવવું જાણીએ.
જીણા બટાકા, લસણ નાનો વાટકો, બે ટામેટા ખમણેલા, લાલ મરચું પાવડર, મીઠું, ધાણાજીરું, ચાટ મસાલો,હીંગ, ગરમ મસાલો, કોથમરી
બટાકા ધોઈ તેને કૂકરમાં પાણી અને મીઠું ઉમેરી બાફી લો.
હવે ખાડણીમાં લસણ અને મીઠું નાખી તેને ખાંડી લો. પછી લાલ મરચું ઉમેરી મિક્સ કરી દો.
આ લસણની ચટણીને તપેલીમાં કાઢી લો. પછી તેમા હળદર, ધાણાજીરું, ખમણેલા ટામેટા ઉમેરી મિક્સ કરો. પછી તેમા અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરો.
હવે બફાયેલા બટાકાની છાલ ઉતારી દો. પછી કાટાવાળી ચમચી લઈ તેમા ખાડા કરી દો એટલે મસાલો બરાબર ચડી જાય.
પછી કઢાઈમાં તેલ લો. પછી તેમાં હીંગ ઉમેરો.હવે તેમા બટાકા ઉમેરી લો. પછી તેમા ચાટ મલાસો, ગરમ મસાલો અને ધાણાજીરું ઉમેરી થોડીવાર સાતળો. પછી ગેસ નીચે ઉતારી લો.
હવે બીજી કઢાઈમાં તેલ મૂકો, પછી તેમા હીંગ અને લસણનો મસાલો ઉમેરો. પછી થોડું પાણી ઉમેરો અને થોડીવાર પાકવા દો.
પછી બધા બટાકા આમા ઉમેરી અને મિક્સ કરો. પછી ગેસ બંધ કરી કોથમરી ઉમેરી દો. તો તૈયાર છે તમારા લસણીયા બટાકાનું શાક.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.