ખાંડવી બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત


By Dimpal Goyal03, Jan 2026 10:43 AMgujaratijagran.com

ખાંડવી રેસીપી

ખાંડવી એક ગુજરાતી વાનગી છે. આ ટેસ્ટી નાસ્તો મોટાભાગના લોકોને બહુ ભાવે છે. ખાંડવીને ઘરે બનાવી ખૂબ જ સરળ છે.અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

સામગ્રી

ચણાનો લોટ, છાશ, હળદર, મીઠું સ્વાદ મુજબ, ઝીણા સમારેલા આદુ-મરચા, તેલ, રાઈ, હીંગ, તલ, મીઠો લીમડો, કોપરાનું છીણ, ધાણા.

ખીરું તૈયાર કરો

એક બાઉલમાં બેસન, છાશ, હળદર અને મીઠું લો. ગાંઠ ન રહે તે રીતે હેન્ડ બ્લેન્ડરથી બરાબર મિક્સ કરીને ખીરું બનાવો.

ખીરું પકાવો

જાડા તળિયાવાળી કડાઈમાં આ ખીરું ધીમી આંચે સતત હલાવતા રહો, જેથી ગાંઠ ન પડે અને મિશ્રણ ઘટ્ટ થાય (બેસનનો કાચો સ્વાદ દૂર થાય). આમાં લગભગ 8-10 મિનિટ લાગી શકે છે.

પાથરો

તેલ લગાવેલી એક મોટી થાળીને ઊંધી કરીને તેની સપાટી પર તેલ લગાવી લો. તૈયાર ઘટ્ટ ખીરાને ચમચા વડે પાથરીને એક પાતળું લેયર બનાવો. જરૂર પડે તો 2-3 થાળીમાં આ રીતે ખીરું પાથરી દો.

ઠંડુ કરો અને કાપો

તેને 3-4 મિનિટ ઠંડુ થવા દો. પછી ચાકુ વડે 2 ઇંચ પહોળી પટ્ટીઓ કાપો.

રોલ વાળો

દરેક પટ્ટીને ધ્યાનથી વાળીને રોલ (સ્વિસ રોલની જેમ) બનાવો.

વઘાર કરો

એક નાની કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ, જીરું, લીમડો, લીલા મરચાં નાખી વઘાર તૈયાર કરો.

સવૅ કરો

આ વઘાર ખાંડવીના રોલ પર રેડો. ઉપરથી છીણેલું નારિયેળ અને કોથમીર ભભરાવી લીલી ચટણી કે લસણની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અસલ કાઠિયાવાડી સ્વાદમાં બનાવો ચટાકેદાર ભરેલા ભીંડાનું શાક