સોનાને પ્રાચીન સમયથી ધન દોલત માટેનો માપદંડ ગણવામાં આવ્યો છે, જે દેશ અથવા વ્યક્તિ પાસે સૌથી વધુ સોનુ હોય તો તેને ધનવાન માનવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ આજ માપદંડને અનુસરવામાં આવે છે, આજે કેટલાક એવા દેશો વિશે જાણીશું જેની પાસે સૌથી વધુ સોનું છે અને જે વિશ્વના શકિતશાળી દેશ પણ છે
અમેરીકા વિશ્વનું સુપર પાવર તો છે જ સાથે તે ગોલ્ડ રીઝર્વમાં પણ વિશ્વના દેશોમા સૌથી આગળ છે. અમેરીકા પાસે 81336.46 ટન જેટલું અધધધ સોનું છે.
જર્મની ગોલ્ડ રીઝર્વમાં બીજા નંબરે આવે છે, યુરોપિયન દેશ જર્મની 3352.65 ટન જેટલું ગોલ્ડ રીઝર્વ ધરાવે છે
ઈટલી પણ વિશ્વના અતિ ધનિક દેશોમાંથી એક છે, આ દેશ પાસે 2451.84 ટન જેટલું ગોલ્ડ રીઝર્વ છે
ફ્રાન્સ તેના કલ્ચર અને ટૂરીઝમના લીધે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ફ્રાન્સ પાસે 2486.88 ટન ગોલ્ડ રીઝર્વ છે.
રશિયા વિશ્વના પાંચ સુપરપાવર દેશોમાંથી એક છે, અને તે ગોલ્ડ રીઝર્વમાં પણ ટોપ કરે છે. રશિયા પાસે 2332.74 જેટલો સોનાનો ભંડાર છે
ભારતનો પાડોશી દેશ ચીન પણ આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને આવે છે. રશિયા 2191.53 ટન સોનાનો ભંડાર ધરાવે છે
સ્વિટ્ઝરલેન્ડ તેના અદ્ભૂત કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે, આ દેશની ઈકોનોમી પણ બાકી દેશો કરતા ઘણી મજબૂત છે. સ્વિટ્ઝરલેન્ડ 1040.00 ટન ગોલ્ડ રીઝર્વ સાથે સાતમા સ્થાને આવે છે.
ભારત ગોલ્ડ રીઝર્વમાં સ્વિટ્ઝરલેન્ડથી એક રેન્ક પાછળ છે, ભારત 800.78 ટન જેટલું ગોલ્ડ રીઝર્વ ધરાવે છે