કચ્છની ફેમસ દાબેલીમાં ભરપૂર મસાલા નાખીને બનાવવામાં આવે છે, તમે તેને ઘરે પણ બનાવી શકો છો.
બટાકા,દાબેલી બન,સ્વાદ માટે મીઠું,મીઠી ચટણી,કોથમીરની ચટણી,દાબેલી મસાલો,મસાલા સિંગ,સેવ,દાડમ,ડુંગળી.
સૌ પ્રથમ એક પેનમાં તજ,લવિંગ,એલસી,મરી,વરિયાળી,જીરું,આખા ધાણા,તમાલપત્ર નાખીને સારી રીતે શેકી લો.
હવે તેમાં તલ,સૂકા નારિયેળનું ખમણ,આખા સૂકા મરચા શેકીને એક મિક્સર જારમાં તમામ મસાલાનો પાવડર બનાવી લો.
એક પ્લેટમાં મસાલો કાઢી તેમાં ખાંડ,આમચૂરણ પાવડર અને તેલ ઉમેરીને મિક્સ કરી લો. દાબેલીનો મસાલો તૈયાર છે.
હવે તે જ પેનમાં મગફળિના દાણા ક્રિસ્પી શેકી લો,એ જ પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ,મરચું પાવડર,હળદર,ધાણાજીરું,સંચળ,ગરમ મસાલો,મીઠું, દળેલી ખાંડ અને શિંગદાણ ઉમેરીને મિક્સ કરો.
એક મિક્સર જારમાં લીલા મરચા,કોથમરી,શિંગદાણા,આદુનો ટુકડો,લીંબુનો રસ,જીરું,ખાંડ,મીઠું, સંચળ અને થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લો.
એક પેનમાં ખાટી આંબલી,ગોળ અને થોડું પાણી ઉમેરીને ઓગાળીને એક બાઉલમાં ગરણી રાખી ગાળી લો અને તેમાં શેકલ જીરુંનો પાવડર,ધાણાજીરું,વરિયાળીનો પાવડર,મરચું પાવડર,સંચળ અને મીઠું ઉમેરીને મકિસ કરી લો.
એક કૂકરમાં બટેટા બાફી લો અને છાલ કાઢીને મેશ કરી લો અને એક બાઉલમાં દાબેલીનો મસાલો અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચું પાવડર ઉમેરીને દાબેલીનો મસાલો,બટાકાની મેશ,મીઠું,સંચળ,આબંલીની ચટણી,થોડું પાણી નાખીને મિક્સ કરો અને શિંગદાણા ગાર્નિશ કરો.
હવે એક દાબેલીમાં ચાકું વડે કાપો મારી બચ્ચે લીલી ચટણી,મીઠી ચટણી,સ્ટફિંગ, મસાલા શિંગ,સેવ ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.