ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને જન્માષ્ટમી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં ભાદ્રપદ માસની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો.
દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.
આ પાવન દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. વર્ષ 2025 માં ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવવામાં આવશે.
આ વર્ષે જન્માષ્ટમીની તિથિને લઈને મુંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. પંચાંગ અનુસાર તિથિ અને શુભ સમય પંચાંગ અનુસાર, અષ્ટમી તિથિ 15 ઓગસ્ટના રોજ રાત્રે 11:49 વાગ્યે શરૂ થશે અને 16 ઓગસ્ટના રોજ રાત્રે 09:34 વાગ્યે સમાપ્ત થશે.
જ્યારે રોહિણી નક્ષત્રનો આરંભ 17 ઓગસ્ટના રોજ સવારે 4 વાગ્યેને 38 મિનિટે થશે. આ વર્ષે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ જ નથી થઈ રહ્યો, જે આ તારીખને લઈને મુંઝવણભરી સ્થિતિનું કારણ છે.
આ સંયોગને કારણે, સામાન્ય રીતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે, જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરશે.
તમારી પરંપરા અને માન્યતાઓ અનુસાર, તમે 15 કે 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવી શકો છો, પરંતુ 15 ઓગસ્ટને ખાસ કરીને શુભ માનવામાં આવે છે.