હીરા અર્થાત ડાયમંડના દાગીના પહેરવા દરેકને ગમતું જ હોય છે.એવામાં આજે અમે આપને જણાવીશું કે, કઈ રાશિના જાતકોએ હીરાની વીંટી સહિતના દાગીના પહેરવાનું ટાળવું જોઈએ.
જો તમારી રાશિ મેષ છે, તો તમારે હીરાની વીંટી પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તમારા જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે.
જો તમારી રાશિ સિંહ છે, તો તમારે હીરાની વીંટી ના પહેરવી જોઈએ, કારણ કે તેમ કરવાથી તમારી કુંડળીમાં સૂર્ય અને શુક્ર વચ્ચે સંબંધ બનાવવામાં સમસ્યા થઈ શકે છે.
જો તમારી રાશિ વૃશ્ચિક છે, તો હીરો પહેરવાથી મંગળ અને શુક્ર વચ્ચે શત્રુતા વધવાની સંભાવના વધી શકે છે. જેના કારણે તમને સમસ્યા થઈ શકે છે.
જો તમારી રાશિ ધન છે, તો હીરો ધારણ કરવાથી તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.
જો તમારી રાશિ મીન છે, તો હીરાની વીંટી પહેરવાથી તમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આ 5 રાશિઓ માટે હીરાના આભૂષણ ધારણ કરવા અશુભ નીવડી શકે છે. આથી જો તમારી રાશિ પણ ઉપરોક્ત પૈકી કોઈ એક હોય, તો હીરો પહેરવાનું ટાળવું જ રહ્યુ.આમ છતાં જો તમને હીરો પહેરવાની ઈચ્છા હોય, તો સૌથી પહેલા કોઈ જ્યોતિષની સલાહ લેવી જોઈએ.