કોફી વિથ કરણની દર વર્ષે એક નવી સીઝન આવે છે, જે પોતાની સાથે અનેક વિવાદો પણ લઈને આવે છે. આજે કોફી વિથ કરણના શોના 7 સૌથી મોટા વિવાદો પર એક નજર કરીએ.
2019 માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ કોફી વિથ કરણ શોના મહેમાન બન્ચા હતા.તે સમયે શોમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ માટે આપતિજનક વાત કહી હતી.આ માટે આ બન્ને ખિલાડીઓ પર બીસીસીઆઈએ સજારુપે 2 મેચનો પ્રતિબંધ ફરમાવ્યો હતો.
કોફી વિથ કરણ શોની ત્રીજી સીઝનમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન આવ્યા હતા.તે સમયે શોમાં કરીનાએ પ્રિયંકા ચોપડાની એક્સેંટ પર ટીપ્પણી કરી હતી. જેના કારણે કરીનાને ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
દીપીકા પાદુકોણે કોફી વિથ કરણ શોના એક એપિસોડમાં રણબીર કપૂર વિશે એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના કારણે દીપીકા પાદુકોણની ખૂબ જ ટીકાઓ થઈ હતી.દીપીકા પાદુકોણે રણબીર કપૂરને નિરોધની બ્રાન્ડને એન્ડોર્સ કરવા કહ્યું હતું. દીપીકા પાદુકોણના આ નિવેદનથી રીષી કપૂર અને નીતુ કપૂર ખૂબ જ નારાજ થયા હતા.
વિવાદિત નિવેદન આપવા માટે જાણીતી અભિનેત્રી કંગના રનોતે પણ કોફી વિથ કરણ શોના એક એપિસોડમાં નેપોટીઝમને પ્રોત્સાહન આપવા અંગે કેટલાક આરોપો કર્યા હતા.
કોફી વિથ કરણ શોની ચોથી સીઝન ખૂબ જ વિવાદોથી ભરેલી રહી હતી. ઈમરાને રેપીડ ફાયરના રાઉન્ડમાં ઐશ્વર્યા રાયનાં જવાબમાં પ્લાસ્ટિક અને શ્રધ્ધા કપૂરનાં જવાબમાં ખાવા પીવાની સલાહ આપી હતી.
કોફી વિથ કરણની નવી સીઝન આવવાની સાથે જ શોમાં એક નવો વિવાદ જોવા મળ્યો છે વર્તમાન સીઝનનાં પ્રથમ એપિસોડમાં રણવીર સિહં અને દીપીકા પાદુકોણ શોના મહેમાન બન્ચા હતા. જેમાં દીપીકા પાદુકોણના એક નિવેદનથી તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.