PPF ભારત સરકારની બચત યોજના છે. આ સ્કીમમાં રોકાણ ટેક્સમાં છૂટ છે, અને સારું વ્યાજ આપે છે.
PPF ખાતા પર અત્યારે 7.1 ટકા વ્યાજ મળે છે. વ્યાજની સમીક્ષા દર ત્રણ મહિના થાય છે. લઘુત્તમ 500 રૂપિયાથી ખાતુ ખોલાવી શકાય છે.
PPFમાં વાર્ષિક લઘુત્તમ રૂપિયા 500 અને મહત્તમ રૂપિયા 1.50 લાખ જમા કરાવી શકાય છે. આ ખાતુ 15 વર્ષ માટે હોય છે. ત્યારબાદ 5-5 વર્ષ લંબાવવામાં આવે છે.
PPF ખાતામાં દર મહિને એક હજાર જમા કરાવવામાં આવે તો 15 વર્ષ બાદ આશરે રૂપિયા 3.25 લાખ મળી શકે છે.