ડ્રેન્ડ્રફ અને ખંજવાળથી રાહત મેળવવા અપનાવો આ ટિપ્સ


By Rakesh Shukla19, Dec 2022 10:00 AMgujaratijagran.com

શિયાળો શરૂ થતાંજ સ્કિની સાથે વાળમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થઇ જાય છે. જેમાં એક ડ્રેન્ડ્રફ અને ખંજવાળ પણ છે. જેના કારણે હેરફોલ થવા લાગે છે. જો તમે આ સમસ્યામાંથી પરેશાન છો તો અમારા હેર એક્સપર્ટ જાવેદ હબીબ તમને તેમાંથી છૂટકારો અપાવી શકે છે.&

ફ્રેશ એલોવિરા જેલ લઇને તેને સ્કૈલ્પ પર સારી રીતે લગાવો. થોડા સમય બાદ નોર્મલ શેમ્પુથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર થઇ જશે.&

એલોવિરા ઠંડુ હોય છે. તેથી શરદી કે તાવ હોય તો એલોવિરા સાથે કેસ્ટર ઓઇલ મિક્સ કરીને લગાવો.&

એલોવિરાની આ ટ્રિક અઠવાડિયામાં માત્ર એકજ વખત કરવાથી તમારી ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યા દૂર થઇ જશે.&

વાળમાં નવશેકું નારિયેળનું તેલ અને કપૂર નાંખીને લગાવવાથી ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યામાં રાહત મળી શકે છે.

રાત્રે મે ચમસી મેથીના દાણાને પાણીમાં પલારીને રાખો અને સવારે પેસ્ટ બનાવો. તેને સ્કૈલ્પ પર લગાવવાથી ડેન્ડ્રફમાં ઘટાડો થાય છે.&

લીમડાના પાનને પલાળીને રાખો અને બાદમાં બ્લેન્ડરથી પીસી લો અને પેસ્ટને સ્કૈલ્પ પર લગાવો. ત્યારબાદ શેમ્પુથી માથું ધોઇ નાંખો. તેનાથી ડેન્ડ્રફ ઓછું થશે.&

જો તમારું સ્કૈલ્પ ડ્રાઇ છે અને તમને નારિયેળનું તેલ શૂટ નથી થતું તો આ ટ્રિક ન અપનાવશો. તેનાથી વાળ ખરાબ થઇ શકે છે.&

For More Web Stories like this:

ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં તમારે શા કારણે રોકાણ કરવું જોઈએ?