By Jagran Gujarati13, Jan 2023 11:48 AMgujaratijagran.com
ભારતની સૌથી પ્રવિત્ર નદીના ઈતિહાસ અને તેના સબંધી કેટલીક રસપ્રદ બાબતો વિસ્તારથી જાણીએ.
પ્રાચીનકાળથી ગંગા પવિત્ર નદીમાંથી એક માનવામાં આવે છે. જ્યાં એક તરફ ગંગાને ખબ જ પવિત્ર અને સ્વચ્છ માનાય છે, તો બીજી તરફ એ ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ ગંગા સર્વોપરી નદી છે.ધાર્મિક અનુસાર સર્વોપરી
હિન્દુ પરંપરામાં ગંગા નદીને દેવી અને માતા તરીકે ગણવામાં આવે છે. કેટલાક લોકોનું માનવું છે કે ગંગાનું પાણી ઘણી બિમારીઓ દૂર કરી શકે છે.હિન્દુ પરંપરામાં દેવી અને માતા
ગંગા નદી હિમાલય પર્વતમાંથી નિકળીને 2525 કિલોમિટરનું અંતર કાપીને બંગાળાની ખાડી સુઘી વહે છે. ગંગા નદી હિમાલયના ગંગોત્રી ગ્લેશિયરમાંથી શરુ થાય છે. આ નદી ભારત અને બાંગ્લાદેશ દેશોમાં વહે છે.ગંગાનું ઉત્પતિ
ગંગા નદી ભારતીય ઉપખંડની મુખ્ય નદીમાંથી એક છે. જે &ઉતરભારત ગંગાના મેદાનમાંથી પર્વમાં બાંગ્લાદેશ સુધી વહે છે. આ નદી ભારતના ઉતરાખંડ રાજ્યમાંથી બંગાળની ખાડીના સુંદરવન ડેલ્ટ સુધી 2525 કિલોમીટર સુધી વહે છે.ઉપખંડની મુખ્ય નદીઓમાંની એક
ગંગા નદી ઓછામાં ઓછી ઉંડાઈ 16 મિટર અને વધારેમાં વધારે 33 મિટર ઉંડાઈ છે.ગંગાની ઊંડાઈ
ગંગાની સહાયક મુખ્ય નદીઓમાં રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડકી, વૃઘ્ધ ગંગા, કોસી, મહાનંદા, તમસા, પમુના, સોન અને પુનપુન છે. ગંગા અને તેની સહાયક નદીઓ તેના શ્રેત્રમાં વર્ષભર સિંચાઈનો સ્ત્રોત પૂરો પાડે છે.ગંગાની મુખ્ય નદીઓ
ગંગા એશિયાની એવી નદી છે જે પશ્ચિમ હિમલયથી નિકળી અને ભારત અને બાંગ્લાદેશમાં વહે છે. જે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરતા તે પદ્મા અને હુગલીમાં વિભાજન થાય છે. પંદ્મા નદી બાંગ્લાદેશથી થઈને બંગાળની ખાડીમાં મળે છે.પશ્ચિમ હિમાલયમાંથી ઉદ્દભવે છે
ગંગા નદી ભારતની ચાર સૌથી મોટી નદીઓમાંથી એક છે. આ ચાર નદિઓમાં સિધું, બ્રહ્માપુત્રા,ગંગા અને ગોદાવરી છે. ગંગા નદી પાણીના જથ્થાની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી નદી છે.ચાર સૌથી મોટી નદીઓમાંની એક
ગંગા નદી ભારતની સૌથી પવિત્ર નદીમાંથી એક છે. જેની સુંદરતા દૂર-દૂરથી પ્રર્વાશીઓને આકર્ષે છે.