જાણો ફળોને ખાવાનો સાચો સમય


By Hariom Sharma04, Oct 2023 07:58 PMgujaratijagran.com

ફળો ખાવાનો સાચો સમય

દરેક માણસના શરીરનો એક અલગ પ્રકાર અને ચયાપચય હોય છે. આ કારણથી ઘણાં લોકો સવારે ફળ ખાવાનું ટાળે છે. જ્યારે અમુક લોકો માટે નાશ્તામાં ફ્રૂટ ખાવું સારું ગણાય છે.

ફળોના ફાયદા

દરેક ફળમાં અલગ અલગ પ્રકારના એન્જાઇમ અને એસિડ હોય છે જે આંતરડામાં બેક્ટેરિયા સાથે રિએક્ટ કરી શકે છે, અને વ્યક્તિના લક્ષણોના આધારે સારું અને ખરાબ પરિણામ આવી શકે છે.

ખાલી પેટે ખાઓ

જો તમને એસિડિટી, બળતરા, કફ સંબધીત લક્ષ્ણો સરદી, ખાંસી, સાઇનસાઇટિસ, અલર્જી, અસ્થમા, ડાયાબિટીસ અને વજન વધવા જેવા લક્ષ્ણો છે તો સવારે ખાલી પેટ ફળ ખાવાથી બચો.

પેટની સમસ્યાથી રાહત

જો તમને કબજિયાત, શુષ્ક ત્વચા, શુષ્ક વાળ, કમજોર પાચન અને કમજોર ચયાપચય જેવા લક્ષ્ણો છે તો ફળ ખાઓ. ફ્રૂટ તમારા આંતરડાના બેક્ટેરિયા વધારે છે અને તમારા ગેસ્ટ્રિક જૂસને ઉત્તેજિત કરે છે.

ફળોની સાથે કંઇપણ ખાસો નહીં

ધ્યાન રાખો ફળોને એકલા જ ખાવા. ફૂટને શાકભાજી, અનાજ અને દાળ અથવા માંસની સાથે ના લેવા જોઇએ કારણ કે આ ઝેરી થઇ શકે છે. તમે સૂકા માવા સાથે તેનો ઉપયોગ કરી શકો છો.

10 મિનિટમાં થાક દૂર કરીને એનર્જી વધારશે આ યોગાસનો, વિશ્વાસ ના હોય તો કરી જુઓ