જો તમને થોડું કામ કરવાથી પણ થાક અને નબળાઈ લાગતી હોય, તો તમારે ડાયટનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
એવામાં અમે તમને કેટલાક યોગાસન વિશે જણાવીશું, જેને કરવાથી દિવસભરનો થાક આંખના પલકારામાં દૂર થઈ જશે.
આ યોગાસન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી થાક નથી અનુભવાતો અને દિવસભર એનર્જી જળવાઈ રહે છે.
આ આસન કરવા માટે સૌ પ્રથમ પીઠના બળે સૂઈ જાવ. જે બાદ ઘૂંટણને વાળી દો. જે બાદ હાથ સીધા કરીને એડીઓને પકડવાનો પ્રયાસ કરો. આમ કરતા સમયે છાતીને ઉપરની તરફ રાખો.
સેતુબંધાસન મુદ્દામાં 30 સેકન્ડ સુધી રહો. જે બાદ બૉડીને રિલેક્સ કરો. આ આસન દરરોજ કરવાથી મૂડ પણ સારો રહે છે અને થાક નથી અનુભવાતો.
આ આસન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. જેનાથી થાક દૂર થાય છે અને એનર્જી ભરપુર રહે છે.
આ આસન કરવા માટે સૌ પ્રથમ વજ્રાસનની મુદ્દામાં બેસીને શ્વાસ લો અને હાથને ઉપર ઉઠાવો. આમ કરતા સમયે હથેળીઓને દૂર-દૂર રાખો. જે બાદ શ્વાસ છોડતા નીચે નમો અને હથેળી વડે જમીનને સ્પર્શો. થોડીવાર સુધી આ મુદ્દામાં રહો અને પછી રિલેક્સ થઈ જાવ.